ભરૂચ એસઓજી ની ટીમે નેત્રંગ નજીકના અશનાવી ગામેથી ડિઝલના ૧૫૨૦ લિટર ગેરકાયદેસર મનાતા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો
ભરૂચ એસઓજી ની ટીમે નેત્રંગ નજીક અશનાવી ગામેથી ડિઝલના ગેરકાયદેસર મનાતા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરી તથા પીઆઇ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ રાજપારડી રોડ ઉપર આવેલ અશનાવી ગામના પાદરમાં રહેતો હરેશભાઈ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો મોટો જથ્થો રાખીને વેચાણ કરે છે. એસઓજી ની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરીને અશનાવી ગામના હરેશભાઈ વસાવાના ઘરની સામે આવેલ ઓરડીમાં ચેક કરતા પ્લાસ્ટીકના અલગ અલગ બેરલ અને કેનમા ભરેલ શંકાસ્પદ ડીઝલનો આશરે ૧૫૨૦ લીટર જેટલો જથ્થો મળી આવેલ. સદર ઇસમ પાસેથી આ ડિઝલના જથ્થાના બીલ કે આધાર પુરાવા બાબતે સંતોષકારક જવાબ નહી મળતા સદર મુદ્દામાલ બાબતે નાયબ મામલતદાર પુરવઠા નેત્રંગની સ્થળ વિઝીટ કરાવીને જથ્થાના જરૂરી સેમ્પલ લઇને સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ જણાતા ૧૩૬૮૦૦ રૂપિયાની કિંમતના ડિઝલના જથ્થા સહિત કુલ રૂપિયા ૧૪૧૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇને સદર ઇસમ હરેશભાઈ મનુભાઈ વસાવા રહે. અશનાવી તા.નેત્રંગ જિ ભરૂચનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
