ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો પ્રારંભ : બોટાદનાં વિદ્યાર્થીઓને શિબિરમાં ભાગ લેવા અનુરોધ
(હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદ ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદનાં સંયુક્ત ઉપક્રમે લેખન અને વ્યાકરણ શિબિર અંતગર્ત ઉદ્ઘાટન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી વિરવા હાઈસ્કૂલનાં ક્લાસ ટુ આચાર્યશ્રી બહાદુરસિંહ રાઓલ સર , બોટાદ શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડી.એન.રાછડીયા સર , વિવેકાનંદ શૈક્ષણિક સંકુલનાં સંચાલક રિજ્ઞેશભાઈ સાબવા સર , સુરેન્દ્રનગર કોલેજનાં પ્રાધ્યાપક કાંતિભાઈ બથવાર સર , ગઝલકાર 'ગુજારિશ' ગોપાલભાઈ ચૌહાણ તથા બહોળી સંખ્યામાં ભાષાપ્રેમીઓ - વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. શિબિરનાં પ્રારંભે શિક્ષણ, વ્યાકરણ અને સાહિત્યને લગતાં પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને લેખનકાર્યમાં થતી ભૂલો અને વ્યાકરણની મૂંઝવણ અંગે ૨૨/૦૫/૨૪ થી ૩૦/૦૫/૨૪ સુધી રોજ સવારે 9 થી 11 જુદા જુદા શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃભાષા શિક્ષણ કેન્દ્રનાં સંચાલક વૈશાલીબેન દવે અને ભાવેશભાઈ પરમાર તથા સંચાલન માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન બોટાદનાં સહસંયોજક પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.