પશ્ચિમ રેલ્વેમાં સમારકામ અર્થે નીચે જણાવેલ રેલ્વે ક્રોસિંગ બંધ રહેશે જેની જાહેર જનતા એ ખાસ નોંધ લેવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9s3bgq67hcc0i8xb/" left="-10"]

પશ્ચિમ રેલ્વેમાં સમારકામ અર્થે નીચે જણાવેલ રેલ્વે ક્રોસિંગ બંધ રહેશે જેની જાહેર જનતા એ ખાસ નોંધ લેવી.


1) 19 થી 22 જાન્યુઆરી દરમિયાન ગેરતપુર - વટવા વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 305 (વિંજોલ રેલ્વે ક્રોસિંગ) બંધ રહેશે,

પશ્ચિમ રેલવેના ગેરતપુર-વટવા સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં 305 (Km.486/26- 28) વિંજોલ રેલવે ક્રોસિંગ 19 જાન્યુઆરી 2023ના રોજ સવારે 08:00 વાગ્યાથી 22 જાન્યુઆરી 2023 ના રોજ સાંજે 20:00 કલાક (કુલ 4 દિવસ) સુધી બંધ રહેશે રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન GIDC રોડ ઓવર બ્રિજ (વટવાની ઉત્તર બાજુ) પરથી મુસાફરી કરી શકે છે,

2) 19 જાન્યુઆરી 2023ના રોજ મહેસાણા - વિસનગર વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ નં. 18xબંધ રહેશે અમદાવાદ ડિવિઝનના મહેસાણા-તારંગાહીલ સેક્શન પર મહેસાણા - વિસનગર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.18 x (Km.18/14-19/1) ઓવરહોલિંગ તથા સમારકામ માટે 19 જાન્યુઆરી 2023 ના રોજ સવારે 09:00 AM થી સાંજે 17:00 કલાક સુધી રહેશે,આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ મહેસાણા-તારંગાહિલ સેક્શન વચ્ચે સ્થિત લેવલ ક્રોસિંગ નંબર 19 અને 20 પરથી મુસાફરી કરી શકે છે,

3) 18 અને 19 જાન્યુઆરીના રોજ સહિજપુર - અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 (ઓમનગર ફાટક) બંધ રહેશે,અમદાવાદ ડિવિઝનના અમદાવાદ - હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન પર સહિજપુર - અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 km 406/8-9 (ઓમનગર રેલ્વે ક્રોસિંગ) ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે 18 જાન્યુઆરી 2023ના રોજ સવારે 08:00 વાગ્યાથી 19 જાન્યુઆરી 2023 ના સાંજે 20:00 વાગ્યા સુધી (02 દિવસ માટે) બંધ રહેશે,
સડક ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન મેમ્કો રોડ ઓવર બ્રિજ (ROB) અને ચામુંડા રોડ ઓવર બ્રિજ (ROB) દ્વારા મુસાફરી કરી શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]