ધ્રાંગધ્રાના કોંઢ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા દેવાયત ખવડની તસ્વીરો સળગાવી વિરોધ્ધ નોંધાવ્યો - At This Time

ધ્રાંગધ્રાના કોંઢ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા દેવાયત ખવડની તસ્વીરો સળગાવી વિરોધ્ધ નોંધાવ્યો


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના વતની મયુરસિંહ રાણા પર ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખબડ દ્વારા રાડકોટમા દિન દહાડે જીવલેણ હુમલાની ઘટનાના મામલો સામે આવ્યો હતો જેને લઇ કોંઢ ગામના ક્ષત્રિય આગેવાનો તથા મહિલાઓ દ્વારા રાજકોટ ખાતે આવેદનપત્ર આપી દેવાયત ખવડને ઝડપી લઇ કાયદેસર ની કાયઁવાહી કરવાની માંગ પણ કરાઇ હતી તેવામાં ગત રાત્રીના સમયે કોંઢ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો એકઠા થઇ બેઠક કરાઇ હતી અને બાદમા હુમલાખોરો દેવાયત ખબડની તસ્વીરો સળગાવી વિરોધ્ધ નોંધાવ્યો હતો જેમા મયુરસિંહ રાણા પર કરેલા હુમલાનો વિરોધ્ધ નોંધાવી દેવાયત ખવડ પર કડક કાયઁવાહી કરવામા આવે તેવી માંગ પણ ઉઠાવી હતી.

● લોક સાહિત્યકારનો શા માટે કોંઢ ગામના ક્ષત્રિય યુવાનો વિરોધ્ધ નોંધાવ્યો?
"રાજકોટ ખાતે દેવાયત ખવડ દ્વારા કરેલ હુમલામાં ઇજાઁ ગ્રસ્ત થયેલ મયુરસિંહ રાણા મુળ કોંઢ ગામના વતની છે અને દેવાયત ખવડને અગાઉ જે પરીવાર સાથે માથાકૂટમાં થઇ હતી તેઓના જમાઇના મિત્ર હોવાથી મયુરસિંહ રાણા પર હુમલો કયોઁ હતો જેથી મુળ કોંઢ ગામના વતની મયુરસિંહ પર હુમલો કરતા કોંઢ ગામના અન્ય ક્ષત્રિય યુવાનો દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડનો વિરોધ્ધ નોંધાવ્યો હતો."
(અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon