ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્રારા ચાર દિવસમાં એક લાખ એસી હજાર દંડ વસુલ્યો
ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી. ચૌહાણની સરાહનીય કામગીરી. ગોસા (ઘેડ) તા.૧૬/૧૧/૨૦૨૪
પોરબંદર જીલ્લામાં હાઈવે પર વાહન અકસ્માતો ઘટાડવા જરૂરી પગલાં લેવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓએ ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી. ચૌહાણને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોરબંદર જીલ્લાના હાઈવે પર રોંગ સાઈડ,માલવાહક વાહનમાં પેસેન્જર બેસાડવા,રિફલેકટર્સ વગરના વાહનો,એલ.ઈ.ડી. લાઈટ રાખવી વિગેરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્રારા દંડકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી આ ઉપરાંત વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી કરવામાં આવેલ હતી..
પોરબંદર જીલ્લા પોલીસ દ્રારા વાહનચાલકોને પોતાના વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તેમજ વાહનોમાં લગાવેલ એલ.ઈ.ડી.લાઈટ સ્વેચ્છાએ દૂર કરવા અપીલ કરવામાં આવેલ છે.. આગામી દિવસોમાં વાહન ચેકિંગ દરમ્યાન એલ.ઈ.ડી.લાઈટ વાળા વાહનો મળી આવ્યે પોલીસ દ્રારા કાયદેસર કાર્યવાહી કરી એલ.ઈ.ડી.લાઈટ દૂર કરવામાં આવશે..
પોરબંદર જીલ્લામાં હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી તથા એલ.ઈ.ડી. લાઇટ તથા અન્ય ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માતોનુ પ્રમાણ વધવા પામેલ હોય જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લા ચાર દિવસમાં સમાધાન શુલ્ક પેટે દંડ રૂ.૧,૨૮,૦૦૦(એક લાખ અઠ્ઠાવીસ હજાર) વસૂલ કરવામાં આવેલ હતો..
આ ઝુંબેશમાં ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ તથા એ.એસ. આઈ. બી.કે. ઝાલા, કે.બી.પરમાર તથા ડ્રા.મયુરભાઈ બાલશ, ટી.આર.બી.જવાન ભાવિન મેઘનાથી,કુલદિપ સરવૈયા જોડાયા હતા.. રિપોર્ટર વિરમભાઇ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.