નશામુકત ભારત અભિયાન અંર્તગત નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ

નશામુકત ભારત અભિયાન અંર્તગત નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ


નશામુકત ભારત અભિયાન અંર્તગત નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ

નશામુકત ભારત અભિયાન અંર્તગત નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યકક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચારપ્રસારના સમુહ માધ્યમો, શેરી નાટક, ભિંતચીત્રો, રેડીયો જીંગલ, હોડીન્ગો વગેરે દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમ્યાન કરવામાં આવનાર છે. આ જાગૃતિ કાર્યક્રમો કરવા માટેના આયોજન બાબતે ચર્ચા કરાવામાં આવી હતી.

નશામુક્ત ભારત અભિયાનના અમલીકરણ માટે ભરૂચ જીલ્લા કક્ષાની નશામુકત અભિયાન સમિતી, તાલુકા કક્ષાની નશામુકત અભિયાન સમિતીની રચના કરવા કરવામાં આવી છે.જે સમિતી લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરશે.

આ મિંટીંગમાં જીલ્લા કક્ષાની તેમજ તાલુકાકક્ષાની સમિતીના આમંત્રિત સભ્યો, સ્વૈછિક સંસ્થાઓના અગ્રણીઓ, વગેરે હાજરી આપી હતી.

*નશામુકત ભારત અભિયાનમાં નીચેના મુખ્ય મુદ્દાઓને ધ્યાને લેવાશે*
(૧) નશાથી વ્યક્તિ પર, સમાજ અને દેશ પર શુ નકારાત્મક અસરો અને નુકસાન થાય છે તે વિશે જાગૃત્તિ બાબત (ર)દેશનું યુવાધન નશા તરફ ન જાય તે માટે ખાસ શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ મીટરની ત્રીજયામાં નશાકારક વસ્તુઓનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવી (૩) જે સમાજમાં વ્યક્તિઓ વધુ પ્રમાણમાં નશો રીવાજ તરીકે કરતા હોય તે વિસ્તારો શોધવા અને ત્યાં જાગૃત્તિ કાર્યક્રમ કરવા (૪) DDRC સેન્ટરોમાં નશા કરતી વ્યક્તિઓની સારવાર અને સમાજ તથા કુંટુંબમાં પુન:સ્થાપન કરવુ (૫) સરકારશ્રીના વિવિધ વિભાગો તથા સામાજિક કલબોને આ બાબતે જાગૃત કરી નશાકારક વસ્તુનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવી (૬) તરૂણવર્ગ અને યુવાવર્ગ નશા તરફ ન વળે તે માટે શાળા સ્કુલ- કોલેજોમાં વિદ્યાર્થીઓની પહેરી કલબો બનાવી જાગૃત્તિ કાર્યક્રમો કરી જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »