સુઈગામ-રાધનપુર હાઈવે પર મોરવાડા નજીક પોલીસની ગાડી એ બાઈક ને ટક્કર મારી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9puowkafzfxnhmqw/" left="-10"]

સુઈગામ-રાધનપુર હાઈવે પર મોરવાડા નજીક પોલીસની ગાડી એ બાઈક ને ટક્કર મારી.


સુઈગામ તાલુકાના મોરવાડા ચાર રસ્તા નજીક દુદોસણ ત્રણ રસ્તા પાસે રાધનપુર તરફથી આવી રહેલ એક ટ પોલિસવાન ટાટા સુમો નં. GJ04GA0111નું ટાયર ફૂટી જતાં બાઈક નં GJ08CE0881 ને ટક્કર વાગી હતી,અને ગાડી રોડ સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી,જેમાં બાઈક ચાલકને ગંભીર તેમજ એક રાહદારીને પણ સામન્ય ઈજા પહોંચી હતી,અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા,અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો,ઇજાગ્રસ્ત યુવક સુઇગામ તાલુકાના ડાભી ગામનો દિનેશભાઈ કોહળાભાઈ ચૌહાણ(અ.જા) હોવાનું જાણવા મળ્યું હતું, જોકે આ અંગે કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, પોલીસવાન ની ટક્કર થી ઈજા પામેલા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલનો ખર્ચ આપી સમાધાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.-૯૯૨૫૯૨૩૮૬૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]