માંજલપુરને ગેસ આપતી લાઇન તૂટતાં આગ લાગી , આખી રાત પુરવઠો થંભ્યો.
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તાથી બરોડા ડેરી તરફના મુખ્ય માર્ગે અનુગ્રહ હોસ્પિટલ નજીક MGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે કરાતા ડ્રીલિંગમાં માંજલપુરને ગેસ પહોંચાડતી મુખ્ય લાઈનમાં લીકેજ થતાં આગ ફાટતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા . ફાયર બ્રિગેડને જાણ થતાં દોડી આવી મુખ્ય માર્ગનો એક તરફનો રસ્તો બંધ કરી આગ ઉપર કાબુ મળ્યો હતો . એક કલાક પહેલા ગેસ વિભાગના અધિકારી મુજબ માંજલપુરને ગેસ પૂરો પાડતી નલિકામાં લીકેજ થતાં ખોદકામ બાદ સમારકામમાં પાંચ કલાક થશે . એમજીવીસીએલના કોઈ જવાબદાર વ્યક્તિ ઘટના સ્થળે હાજર ન હતા . જ્યારે કામ કરી રહેલા લોકોને અઢી મીટર નીચે ડ્રીલીંગ કરવા જણાવ્યું હતું તેમ છતાં ચાર ફૂટ પર આવેલી ગેસ લાઇનમાં લીકેજ થયું છે . આગને લીધે 20 હજાર કનેક્શનને અસર થઇ હતી . અધિકારીએ 1 કલાકમાં પ્રોબ્લેમ સોલ્વ થશે તેમ કહ્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.