અમદાવાદ માં નવા બનેલ રોડ ખાલી એક અઠવાડિયા જેવા હતા તેવા થઈ ગયા....સરકાર ને સળગતો સવાલ....સુ આ રોડ પર થી કોર્પોરેશન ના કોઈ અધિકારીઓ નહિ નીકળતા હોઈ..????? - At This Time

અમદાવાદ માં નવા બનેલ રોડ ખાલી એક અઠવાડિયા જેવા હતા તેવા થઈ ગયા….સરકાર ને સળગતો સવાલ….સુ આ રોડ પર થી કોર્પોરેશન ના કોઈ અધિકારીઓ નહિ નીકળતા હોઈ..?????


તા:-૨૩/૦૯/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જોરદાર કામગીરી પ્રધાનમંત્રી ના આગમન માટે બનાવેલ રોડ એક જ અઠવાડિયામાં જેવો હતો ને તેવો થઈ ગયો

અમદાવાદ માં ગત સપ્તાહે પ્રધાનમંત્રી મોદી સાહેબ અમદાવાદ આવ્યા હતા થોડા ઉદઘાટન ને એમના જન્મ દિવસ નિમિત્તે અમુક કાર્યક્રમ પણ રાખેલ હવે વાત છે દેશ ના પનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી જેવો અમદાવાદ આવે તે પહેલાં એમને જ્યાં જ્યાં નીકળવાનું હતું તે રોડ ને રિપેર કરવાનો આલ્ફા મોલ થી અંધજળ મંડળ જવાનો જે જ્યાં GMDC ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં રોડ બનાવેલ તો છે પણ એક અઠવાડિયા માં જેવો હતો ને તેવો થઈ ગયો બોલો. સુ પ્રજા ના પૈસા બનાવેલ રોડ પ્રજા ને ઉપયોગ થયા તે પેહલા ખાડા પડી ગયા આવું તો અમદાવાદ ના અનેક જગ્યાએ છે પણ મને થયું એક નો ફોટો બતાવીશ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગશે ને થોડી લાજ શરમ રાખી પ્રજા માટે પણ થોડા કામો કરશે જ્યારે જ્યારે કોઈ કેન્દ્રીય મંત્રી કે વિદેશ થી આવનાર મહેમાન ગુજરાત ની અને એમાં ખાસ કરીને અમદાવાદ મુલાકાત લેતા હોય છે ત્યારે અમદાવાદ ના રોડ રસ્તાઓ એવી રીતે બને છે કે આપણને એવું લાગે હવે એક વર્ષ સુધી વાંધો નહિ આવે પણ એક વર્ષ તો દૂર ની વાત છે આ રોડ તો એક અઠવાડિયા માં જેવા હતા તેવા થઈ ગયા...............મોદી સાહેબ ની ચાહત તો આખા દેશ માં છે પણ એનો મતલબ એવો તો નથી કે સાહેબ આવે ત્યારે જ રોડ રસ્તા સરખા રાખવા ને તેવો જય પછી દિવા પાછળ અંધારા જેવી સ્થિતિ દેખાય છે...

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.