વિસાવદર ને પાણી પુરૂપાડવા માટે 3દિવસ થયા મહેનત કરતા હર્ષદ રીબડીયા - At This Time

વિસાવદર ને પાણી પુરૂપાડવા માટે 3દિવસ થયા મહેનત કરતા હર્ષદ રીબડીયા


વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળીરહે તે માટે આજે ત્રીજા દિવસે પણ જુમ્બેશ ચાલુ રાખીછે જુદા જુદા કુવાઓ માં મોટરો મૂકી ને મેઈન કુવામાં પાણી પહોંચાડી રહયા છીએ પીવાના પાણીની વિકટ પરિસ્થિને પહોંચી વળવા સતાધાર ના મહંતશ્રી વિજયબાપુ નો સંપર્ક કર્યો ત્યારે પૂજ્ય વિજયબાપુ એ કહ્યું કે વિસાવદર શહેરને પાણી આપવા માટે અમારા જગ્યાના કુવાઓ માં જેટલી મોટર ઉતારવી પડે તેટલી ઉતારો ને શહેર ને પાણી આપો જેથી આજે સતાધાર ની જગ્યાના કુવા માં બે મોટરો ઉતારી ને ત્યાંથી પાણી લાવીને મેઈન કુવામાં પહોચાડ્યું આજે જુદી જુદી કુલ પાંચ મોટરનું પાણી મેઈન કુવામા ચાલુ થઇ ગયેલ છે ને બે મોટરો તૈયાર રાખીછે આજે જુદા જુદા કુવાઓના પરવાહ જોઈને ફરી આવતી કાલે વધુ બે મોટરો ઉતારસુત્યારે વિસાવદર શહેરના નાગરિકો ને પીવાનું પાણી પહોંચાડવા માં મદદરૂપ થવા બદલ સતાધાર ના મહંતશ્રી વિજયબાપુ નો હૃદયથી આભાર તેમજ નગરપાલિકા ના સ્ટાપ સહીત જે લોકો આ જુમ્બેશમાં નિસ્વાર્થે જોડાયા તે તમામનો શહેરની જનતા વતી હું હૃદયથી આભાર માનું છું.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image