ભાવનગર જીલ્લામાં ખરીફ ઋતુના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો કાળજી રાખવી - At This Time

ભાવનગર જીલ્લામાં ખરીફ ઋતુના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો કાળજી રાખવી


ભાવનગર જીલ્લામાં ખરીફ ઋતુના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો કાળજી રાખવી

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી

ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં

રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા “૪જી” અને “૫જી” જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેમ નાયબ ખેતી નિયામક (વિ.) ની અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર- અશોક ચૌહાણ સાથે વિશાલ બારોટ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.