મહેસાણા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ગૌમાતા નો જીવ બચાવવામાં આવ્યો.
તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ મહેસાણા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને દેદિયાસણ જી. આઇ.ડી.સી. માંથી કોલ આવેલ કે એક ગૌમાતા ને વિયાણ માં તકલીફ પડી રહી છે અને બચ્યું ફસાઈ ગયેલ છે . એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે ગૌમાતાના ગર્ભાશયનો ભાગ ખુબજ સાંકડો હોવાથી બચ્યું ફસાઈ ગયું છે અને વિયણમાં તકલીફ પડી રહી છે. ડૉ. ભાર્ગવ લિમ્બાચિયા, પાઇલોટ ધર્મેન્દ્રભાઈ ચૌધરી અને આજુબાજના ગૌસેવકોની મદદથી વાછરડાનું વિયાણ કરાવવામાં આવ્યું અને ગૌમાતા ની સારવાર કરવામાં આવી. સારવાર બાદ ગૌમાતાને પાંચોટ પાંજાપોળ ખાતે લઇ જવામાં આવી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
