નવા રિંગરોડ પર રોડ બ્લોક કરી કેક કાપી જન્મદિવસ ઉજવનાર પાંચ નબીરા ઝડપાયા
નવા 150 ફૂટ રિંગરોડ પર થાર સહિતની કાર ઉભી રાખી રોડ બ્લોક કરી બર્થડે ઉજવતો વિડીયો વાયરલ થતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને યુનિ. પોલીસે ગુનો નોંધી પાંચ નબીરાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના દિગપાલસિંહ જાડેજા નામના યુવકની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં નવા 150 ફૂટ રિંગરોડ થાર સહિતની કારથી બ્લોક કરી કાર પર કેક રાખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવ્યો હતો.
ફટાકડા પણ ફોડવામાં આવ્યાં હતાં. રોડ બ્લોક કરી નાંખતા સ્થાનિકો સહિતના લોકોને મુશ્કેલી સાથે ભય પણ છવાયો હતો. વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાત શખ્સો સામે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
જેમાં દિગપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ ભરતસિંહ વાઘેલા, હેતાંક્ષ અનિલભાઇ વાઘેલા, રાજવીરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, યશભાઇ પરેશભાઇ ગજજરની ધરપકડ કરી હતી. જ્યારે શાહિલ સલીમ સાંધ, રાજન ભીમાભાઇ બાંમ્ભવા હાથમાં ન આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
વધૂમ પોલીસે જણાવ્યું હતું કે, ગઈ 20-07 ના નવા 150 ફુટ રીંગ રોડ અટલ સરોવર પાસે જાહેર રોડ ઉપર આરોપીઓએ દિગપલસિંહ જાડેજાના બર્થડે પર જાહેર રોડ ઉપર પાર્ટીનુ સેલીબ્રેશન કરી પોતાની ગાડીઓ જાહેર રોડ ઉપર અડચણ રૂપ રીતે રાખી તેમજ આડેધડ ફટાકડા ફોડી માનવ જીદગી જોખમાય તેવુ ક્રુત્ય કરી ગુનો કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.