મારી પતંગ સરકારમાં તો ઉંચે ઉડી, ‘કોઈની કાપ્યા’ વગર મંત્રીપદ મળી જાય તો ઘણું !
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ તેમના નિવાસસ્થાને ધાબા ઉપર મકરસંક્રાંતિની મજા માણી હતી. પતંગોત્સવના આ પર્વમાં તેમણે પોતાના કાર્યકરો અને આજુબાજુના પાડોસીઓ સાથે પેચ પણ લડાવ્યો હતો. સાથોસાથ તેમના ચહેરા ઉપરની પતંગ ઉડાડતી વખતની ખુશી જોતા એવુ જણાઈ રહ્યું છે કે 'મારી પતંગ તો હવે ભાજપ સરકારમાં ઉંચી ઉડી રહી છે પણ કોઈની ખુરશી કાપ્યા વગર મને મંત્રીપદ મળી જાય તો હવે ભયો ભયો થઇ જાય !' આમ પણ ઘણા લાંબા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કમુરતા ઉતરે એટલે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે તેથી એ ફેરફાર પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા માટે શુકનવંતા સાબિત થાય તેવુ જણાઈ રહ્યું છે અને રાજકીય રીતે પોતાની પતંગ વધુ ઉંચે ઉડીને આસમાનને આંબશે તેવા આત્મવિશ્વાસ સાથે પતંગ ચગાવી રહેલા ધારાસભ્યની લાક્ષણિક મુદ્રાઓ કચકડે કેદ થઇ છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.