સિદ્ધપુરમાં રેલ્વે ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મંત્રીશ્રી ને સમસ્યા નિવારણ મંચ દ્વારા પત્ર લખવામાં આવ્યો... - At This Time

સિદ્ધપુરમાં રેલ્વે ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મંત્રીશ્રી ને સમસ્યા નિવારણ મંચ દ્વારા પત્ર લખવામાં આવ્યો…


પ્રતિશ્રી,
ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય.

*વિષય : સિદ્ધપુરમાં રેલ્વે ફૂટ ઓવર બ્રિજ બનાવવા બાબત..*

મહેરબાન સાહેબશ્રી, ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે સિદ્ધપુર શહેરએ ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિ એ ખુબજ સુંદર સ્થળ છે. વિશ્વનું એક માત્ર માતૃગયા તીર્થ એવું સિદ્ધપુર કે જ્યાં વહોરવાડની નકશી વાળા મકાનો, પાંચ સ્વયંભૂ શિવ મંદિરો, રુદ્ર મહાલય(સોલંકી યુગની ઐતિહાસિક ધરોહર ૧૨૦૦વર્ષ જુનું સ્થાપત્ય) એ શહેરની શોભા વધારે છે. પવિત્ર સરસ્વતી નદીના તટે વસેલ રમણીય શહેર સિદ્ધપુર કે જ્યાંનો કાર્તકી પૂર્ણિમાનો મેળો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે સિદ્ધપુરથી સ્વર્ગ બે વેંત છેટું છે.
આ શહેરના મધ્યમાંથી ભારતીય રેલ્વેની લાઈન પસાર થાય છે, જેના કારણે સિદ્ધપુર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગોમાં વહેચાય છે. અને સિદ્ધપુરની કમનસીબી કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પ્રજાને રેલ્વેના પાટા ઓળંગવા માટે જીવના જોખમે ગાડીઓની નીચેથી પસાર થવું પડે છે. સિદ્ધપુરની સરકારી કચેરીઓ જેમ કે, મામલતદાર ઓફીસ, પ્રાંત ઓફિસ, કોર્ટ, પોલીસ સ્ટેશન, હોસ્પિટલો, શોપિંગ સેન્ટર, મોલ, હોટલો, બિંદુ સરોવર જે શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ છે. અને સિદ્ધપુરના ધાર્મિક સ્થળો, રુદ્ર મહાલય, મુખ્ય બજાર, શાળાઓ, કોલેજ, સરસ્વતી નદી, મુક્તિ ધામ વગેરે પૂર્વમાં આવેલ છે. જેના લીધે દરરોજ સિદ્ધપુરના લોકોને વારંવાર પૂર્વ થી પશ્ચિમ અને પશ્ચિમ થી પૂર્વની અવરજવર હોય છે. પણ, અહી રેલ્વેના પાટા ઓળંગવા કોઈ સુવિધાના હોવાથી લોકો મજબુરીમાં જીવના જોખમે પાટા ઓળંગવા મજબુર બને છે. જેના લીધે ઘણીવાર અકસ્માત પણ સર્જાયેલા છે આ અકસ્માતોમાં આત્યાર સુધીમાં આશરે હજારો લોકો એ જીવ ગુમાવ્યો છે, તો પણ આ લોકતંત્રમાં લોકો માટે, લોકોની ચિંતા કરવાવાળી સરકાર અને સરકારી અધિકારીઓ તમાસો જોતા હોવાનું સ્પષ્ટ દેખાય છે.
આવનારા સમયમાં જો આ ફૂટઓવર બ્રિજની સમસ્યાનું નિવારણ કરવામાં નહિ આવે તો અમો સિદ્ધપુરના લોકો આમારા હક માટે આંદોલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જણાતો નથી. અને વર્તમાન સરકાર કે જે સાચા અર્થમાં વિકાસની વાતો કરતી હોય અને એક રસ્તા માટે શહેરના લોકો એ આંદોલન કરવું પડે તે ખુબ જ શરમજનક બાબત કહી શકાય. આ ફૂટઓવર બ્રિજ બાબતે ઘણાં લોકો એ ઘણી બધી જગ્યા એ રજુઆતો કરેલ છે તો પણ આજ દિવસ સુધી સિદ્ધપુર વાસીઓને નિરાસા જ મળી છે.
અમે આશા રાખીએ છીએ કે આપના દ્વારે આમારી આ માંગણી કે જે સાચા અર્થમાં ખુબ જ જરૂરિયાતવાળી છે, આપ શ્રી માહિતી મેળવી સિદ્ધપુરને ન્યાય આપશો જ તેવી આપેક્ષા સાથે આમારી વિનંતી.
પાટણ બ્યુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.