સમગ્ર બોટાદ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ની બીજી રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન - At This Time

સમગ્ર બોટાદ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ની બીજી રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન


આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબ જ ઝડપથી ન્યાયીક નિકાલ લાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન વ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એચ.આર.રાવલની અપીલ

ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજ્ય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ડાયરેકશન અને માર્ગદર્શન મુજબ આગામી તા. ૨૨/૦૬/ર૦ર૪, શનિવાર (જાહેર રજાના દિવસ)ના રોજ સમગ્ર બોટાદ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ની બીજી રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવનાર છે.

જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુનાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ સહિત તમામ કેસો મુકવામાં આવનાર છે.

વધુમાં બોટાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિક નું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઈ - ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. હાલ સુધી આવા ઈ-ચલણ ન ભર્યુ હોય તેવા વાહન ચાલકો વિરૃદ્ધ ઈ- ચલણ ની પ્રિ-લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા ઈશ્યૂ કરવામાં આવી છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક બોટાદ ખાતે આવેલ જિલ્લાની નજીકની ટ્રાફિક શાખા અથવા તા. ૨૨/૦૬/૨૦૨૪ના રોજ આયોજિત નેશનલ લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે. જૂના ઈ-ચલણ ઓનલાઈન ભરવા માટે echallanpayment.gujarat.gov.in તથા વન નેશન વન નેશન અંતર્ગતના ચલણ ઓનલાઇન ભરવા માટે echallan.parivahan.gov.in પર ભરી શકાશે.

આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબ જ ઝડપથી પુરો કરાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, બોટાદનો કે આપના વિસ્તારમાં આવેલી અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) શ્રી એચ.આર.રાવલ દ્વારા અપીલ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ ટેલીફોન નંબરઃ-૦ર૮૪૯ - ૨૭૧૪૦૧ તથા તાલુકા સ્તરે તાલૂકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત,તાલુકા કાનૂની સેવા સમિતિ,બરવાળા ટેલીફોન નંબરઃ ૦૨૭૧૧-૨૩૭૦૦૯, તાલુકા કાનૂની સેવા સમિતિ,ગઢડા ટેલીફોન નંબરઃ ૦૨૮૪૭-૨૫૩૩૦૪, તાલુકા કાનૂની સેવા સમિતિ,રાણપુર ટેલીફોન નંબરઃ ૦૨૭૧૧-૨૩૮૧૨૧ ઉપર સંપર્ક કરી વિશેષ માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.