રાજકોટ મ્યુનિ.કમિશનરે અધિકારીઓને CCTV પરથી શહેરમાં ખાડા બુરવાની સૂચના આપી
આજી ડેમમાં આગામી દિવાળી સુધીનું પીવાનું પાણી આવી ગયું છે: મ્યુનિ.કમિશનર અમિત અરોરા.
રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા CCTV નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.