સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ - At This Time

સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ


સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ -૧૭ નવ દંપતિઓ યે પ્રભુતા માં પગલાં માંડયા
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા તા- 0૨/૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ વસંત પંચમી ના પ્રવિત્ર દિવસે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની રાહબરી હેઠળ તેમજ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે વસંત પંચમી ના શુભ દિને સુત્રાપાડા મુકામે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ અને ૧3 માં સમૂહ લગ્નનું આયોજન સુત્રાપાડા બી એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં સફળતા પૂર્વક અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલ હતું.
સુત્રાપાડા ખાતે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં ૧૭ જેટલા યુગલોએ પ્રભુતા માં પગલાં માંડેલ હતા. તમામ વર તેમજ કન્યા પક્ષના સભ્યો તેમજ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના તમામ લોકો સવારે ૬ કલાકે લગ્ન સ્થળે પહોચી ગયા હતા અને બપોરે 1 વાગ્યા સુધીમાં તમામ વિધિ તેમજ જમણવાર નો કાર્યક્રમ સમયસર પૂર્ણ કરેલ હતો.
આ સમૂહ લગ્નના આયોજનમાં સમગ્ર જમણવારના દાતા અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ રહ્યા હતા તેમજ ગુજરાત રાજય ખેતી બઁક ના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા તમામ કન્યાઓને સોનાની બુટી આપવામાં આવેલ હતી. ઉપરાંત સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા દરેક કન્યાઑ ને રૂપિયા દસ હજાર ની ફિક્સ ડિપોજિત ની રસીદ આપવામાં આવી હતી તેમજ ગુજરાત રાજય ના મુખ્યમંત્રી દ્રારા દરેક વરવધુ ને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ હતું તેમજ સમૂહ લગ્ન ના આયોજક પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ને અભિનંદન પાઠવતો પત્ર આપવામાં આવ્યો હતો ,અને આવી સામાજિક પ્રવુતી કરી સમાજ જાગૃતિ ના કાર્ય કરતાં રહો તેવી પ્રેરણા આપવામાં આવી હતી ,સમાજના દરેક લોકો તેમજ આગેવાનો દ્વારા પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપેલ હતો.જીએચસીએલ કંપની તેમજ સોધ્ધિ સિમેન્ટ મોરસા દ્રારા સહયોગ આપવામાં આવિયો
સુત્રાપાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરેલ હતી જેમાં અલગ અલગ સમિતિઓ જેમાં લગ્ન સમિતિ, સ્ટેજ સમિતિ, રસોડા સમિતિ, ચા પાણી સમિતિ, પાર્કિંગ સમિતિ, વ્યવસ્થા સમિતિ વગેરે સમિતિઓ બનાવેલ હતી અને સમૂહ લગ્ન નું આયોજન સફળ બનાવેલ હતું.
કારડીયા રાજપૂત સમાજ દ્વારા સુત્રાપાડા માં યોજાતા આ સમુહ્ લગ્નનો મુખ્ય ઉદેશ્ય સમાજ માંથી કુરિવાજો દૂર કરવા તેમજ ખોટા ખર્ચાઓ બંધ કરવાનો છે જેના સંકલ્પો પણ લેવામાં આવેલ હતા.
આ સમૂહ લગ્નના દિવસે સુત્રાપાડા શહેરના કારડીયા રાજપૂત સમાજના લોકો પોતના કામધંધા બંધ રાખી અને આ આયોજન માં જોડાય છે અને સૌ સાથે મળીને બહોળી સંખ્યામાં સમૂહ ભોજન કરે છે.
આ તકે જશાભાઈ બારડે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે આ પ્રકારના સમાજના કરોડો રૂપિયાની બચત થાય છે તેમજ સમાજ આ પ્રસંગે એક થાય છે સાથે મળીને કામ કરે છે. સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે. તેથી આવા સમુહ લગ્નોમાં વધુ માં વધુ લોકો ભાગ લ્યે અને નવયુગલોની સંખ્યા સમૂહ લગ્નો માં સંખ્યા વધે તેમજ શ્રીમંત હોય કે ગરીબ તમામે પોતાના દીકરા દીકરીઓના લગ્ન આવા સમાજ ના સમૂહ લગ્નમાં કરાવવા જોઈએ તેવી અપીલ કરેલ હતી. સુત્રાપાડા માં કારડીયા રાજપૂત સમાજ ના સરકારી કર્મચારીઓ ની એક ટ્રસ્ટ મંડળ ની રચના કરવા ની જાહેરાત કરી હતી . ઉપરાંત સુત્રાપાડા મુકામે યોજાયેલ કારડીયા રાજપૂત સમાજ ના સમૂહ લગ્નના આયોજનમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સાથે કારડીયા રાજપૂત સમાજના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ,પૂર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, માનસિંહભાઈ ડોડીયા,સુરાભાઈ મોરી , સીમાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રામસિંગભાઈ ડોડીયા, ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ, , દિલીપભાઇ ઝાલા, સંજયભાઈ ડોડીયા ,પ્રતાપભાઈ પરમાર , જીએચસીએલ પ્રેસિડેંટ હેડે સાહેબ ,માનસિંહભાઈ ડોડીયા, પ્રતાપભાઈ બારડ, હાર્દિક ઝાલા ,જેંતિભાઈ ઝાલા, માંડાભાઈ બારડ, રણમલભાઇ ડોડીયા, દિપુભાઈ ડોડીયા, કેશરભાઈ બારડ, ધીરુભાઈ જાદવ, વિરાભાઈ ખેર, હાજાભાઈ જાદવ, જેસિંગભાઈ મોરી ,રામસિંહભાઈ મોરિ , પ્રતાપભાઈ જાદવ, બાલુભાઈ રાઠોડ, કાનજીભાઈ નકુમ,,અનુપમ સામતભાઈ ખેર, ભાણાભાઈ મોરિ, મનોજભાઇ વાળા , દાનસિંહભાઈ પરમાર, નાથાભાઈ ડોડીયા, યોગેશ ચાવડા ,બચુભાઈ ચાવડા, મુળાભાઈ મંદોર . જેસાભાઈ ડોડીયા ,ગોવિંદભાઈ પ્રફુલ ડોડીયા ,નારણભાઈ ડોડીયા , લાખાભાઇ ખેર, ભીખુભાઈ ઝાલા, રામસિંગભાઈ ચૌહાણ સરપંચશ્રી ખઢેરી, અને રામસિંગભાઈ પરમાર, પ્રવીણભાઈ ડોડીયા, મીઠાભાઇ ખેર, જેસિંગભાઈ મોરિ, રામસિંગભાઈ મોરિ, તેમજ સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, જેસિંગભાઈ બારડ, ભરતભાઈ જેસાભાઈ બારડ, કાળાભાઈ બારડ, કાનાભાઇ બારડ, હરિભાઇ બારડ, બાબુભાઇ ડોડીયા, ગિગાભાઈ બારડ, અશ્વિનભાઈ બારડ, અરસિભાઈ બારડ, ભરતભાઇ બારડ, ભૂપતભાઈ ઝાલા, રમેશભાઈ બારડ હરેશભાઈ મોરિ, , જગાભાઈ કછેલા, દિલાવરભાઈ મોરિ, દલુભાઈ મોરિ, મસરિભાઈ બારડ, કનકસિંહ જાદવ , વગેરે આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કારડીયા રાજપૂત સમાજના લોકો હાજર રહી અને સમૂહ લગ્ન મહોત્સવ ને સફળ બનાવેલ હતો. આ સમૂહ લગ્ન માં હાજરી આપવા બદલ સર્વે નો ગીર સોમનાથ જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઇ બારડ દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો ।


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image