વિજયનગરના પોળોમાં હરણાવ નદીમાં 13 શ્રમિકો નાહવા પડયા હતા; જેમાંથી બે શ્રમિકોના ડૂબી જતા મોત નીપજ્યું BSNL ટાવરનું કામ કરવા આવેલા શ્રમિકો ડૂબ્યા - At This Time

વિજયનગરના પોળોમાં હરણાવ નદીમાં 13 શ્રમિકો નાહવા પડયા હતા; જેમાંથી બે શ્રમિકોના ડૂબી જતા મોત નીપજ્યું BSNL ટાવરનું કામ કરવા આવેલા શ્રમિકો ડૂબ્યા


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોમાં આવેલા હરણાવ નદીમાં ગઈકાલે સાંજે નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ, વિજયનગર તાલુકાના શેડો વિસ્તારમાં BSNLના ટાવરની કામગીરી ચાલી રહી છે. ત્યારે બુધવારે પોળોમાં ટાવરની કામગીરી કર્યા બાદ 13 જેટલા શ્રમિકો હરણાવ નદીમાં સાંજે નાહવા પડ્યા હતા, જેમાં બે યુવાનો ડૂબી ગયા હતા. ત્યાર બાદ આજે સ્થાનિકો દ્વારા બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઈરફાન શમશેરઅલી અંસારીની જાણ આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મૃતકોના નામ

તોશિફ શમશેરઅલી અંસારી (ઉવ.23) અને રાજા ગુડુ અંસારી (ઉવ.19) બંને રહે દેવહટ, પોસ્ટ.દ્રમન્ડગંજ, તા.લાલગંજ, જિ.મિર્જાપુર ઉત્તરપ્રદેશ

રિપોર્ટર.હસન અલી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.