ભગવતીપરા પુલ પરથી બે સપ્લાયર અને રીસીવર હિરેન રાઠોડને દબોચી દારૂની 80 બોટલ, ઓટો રીક્ષા મળી રૂા.1.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો: એલસીબી ઝોન-1 ટીમની કામગીરી - At This Time

ભગવતીપરા પુલ પરથી બે સપ્લાયર અને રીસીવર હિરેન રાઠોડને દબોચી દારૂની 80 બોટલ, ઓટો રીક્ષા મળી રૂા.1.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો: એલસીબી ઝોન-1 ટીમની કામગીરી


શહેરમાં દારુની રેલમછેલ થાય તે પહેલા જ દારુની છ ખેંપ મારી ચુકેલા બે રાજસ્થાની શખ્સો સાતમીવાર સપ્લાય કરવા આવ્યાને એલસીબી ઝોન-1ની ટીમે 80 બોટલ દારુ સહિત રુા.1.41 લાખના મુદામાલ સાથે દબોચી રીસીવર હિરેન રાઠોડની ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે વિજેન્દ્રસિંહ ઝાલા, નટુભાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભગવતીપરા પુલ પરથી રાજસ્થાની ગુલસનસિંગ રાજસિંગ પવાર અને રાહુલ ઉર્ફે ચીકુ પવનકુમાર બાનખડને પકડી તેની પાસેથી દારુની 80 બોટલ અને ઓટોરીક્ષા, મોબાઇલ મળી રુા. 1.41 લાખનો મુદામાલ કબ્જે કરી દારુનો જથ્થો મંગાવનાર હિરેન રામજી રાઠોડ (રહે. ગંજીવાડા શેરી નં.8)ને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાની ગુલશન અને રાહુલ અગાઉ છ વાર દારુની ખેંપ રાજકોટમાં મારી ચૂક્યો છે અને સાતમી વાર સપ્લાય કરવા આવતા ઝડપાઇ ગયો હતો. બન્ને આરોપી થેલામાં દારુની છુટી બોટલ રાખી રાજસ્થાનથી ટ્રેનમાં વાંકાનેર આરોપી ત્યાંથી વાહનમાં રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી દારુની સપ્લાય કરતો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.