પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણીના મતદાન માટે પોલિંગ સ્ટાફ રવાના કરાયો - At This Time

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણીના મતદાન માટે પોલિંગ સ્ટાફ રવાના કરાયો


ગોધરા
પંચમહાલ જિલ્લાની ૧૨૪-શહેરા,૧૨૫-મોરવા હડફ ( અ.જા.જ), ૧૨૬-ગોધરા, ૧૨૭-કાલોલ અને ૧૨૮-હાલોલ વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણીના મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ થઇ ગયું છે.બીજા તબક્કામાં યોજાનારી પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીના મતદાન માટે સવારે પોલિંગ સ્ટાફ મતદાન મથકોએ રવાના થઇ ગયો હતો જે સુરક્ષિત પોલિંગ સ્થળોએ પહોંચી ચૂક્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ની સામાન્ય ચૂંટણીના બીજા તબકકામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન થવાનું છે. બીજા તબકકાની ચૂંટણી દરમિયાન પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની સામાન્ય ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે. જેને અનુલક્ષીને પાંચેય વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઇ.વી.એમ, વી.વી.પેટ સાથે જરૂરી સાધનસામગ્રી સાથે પોલિંગ સ્ટાફને મતદાન મથકોએ રવાના કરવામાં આવ્યા હતા તેઓ પોતપોતાના સ્થળે સુરક્ષીત પહોંચી ગયા છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મતદાન મથકોએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા સહિત પોલીંગ સ્ટાફને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે એ માટે પણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન માટે રોકાયેલા સ્ટાફને મતદાન મથક ખાતે જરૂરી સી.યુ, બી.યુ તથા વીવીપેટની સાથે સાથે ફર્સ્ટ એઇડની કીટ તથા અન્ય ચૂંટણી સામગ્રી આપીને, રવાના કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ,વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon