પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નેત્રંગના કોટવાળીયાએ બાંબુ હેન્ડીગ્રાફ્ટ કૃતિ પ્રસ્તુત કરી - At This Time

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નેત્રંગના કોટવાળીયાએ બાંબુ હેન્ડીગ્રાફ્ટ કૃતિ પ્રસ્તુત કરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નેત્રંગના કોટવાળીયાએ બાંબુ હેન્ડીગ્રાફ્ટ કૃતિ પ્રસ્તુત કરી

બાંબુ વાસની ૫૦-૬૦ કૃતિ પ્રધાનમંત્રીએ નિહાળી પ્રોત્સાહન પુુરૂ પાડ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જનજાતિય બાબતના કેન્દ્રિય મંત્રી અજુઁન મુંડા દિલ્લીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કરી આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાને શ્રધ્ધાજંલી પાઠવી હતી.જનજાતિય સંસંકૃતિ,શિલ્પ,ખાનપાન,વાણિજ્ય અને પરંપરાગત કલાનું પ્રદર્શન કરાયું હતું.જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિ મહોત્સવમાં પ્રદર્શન માટે મુકેલ તમામ કૃતિઓ નિહાળી હતી.

જેમાં નેત્રંગ તાલુકાના મૌઝા ગામના હાથાકુડી ફળીયામાં રહેતા વજીરભાઇ કોટવાળીયા અને તેમના પત્ની સુરતાબેન કોટવાળીયાએ બાંબુ હેન્ડીગ્રાફ્ટ મારફતે વાંસની ૫૦-૬૦ ઘરની શોભા વધારે અને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની કૃતિનું પ્રદર્શન કયુઁ હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃતિ નિહાળી પ્રોત્સાહન પુરૂ પાડી પુછ્યું કે,ગુજરાતના કયા જીલ્લામાંથી આવો છો.ત્યારે ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકો ગામ મૌા હાથાકુંડી ફળિયુ એમ કીધું કોટવાળીયા સમાજમાંથી આવીએ છે.ભરૂચ-નર્મદા,ડાંગ અને તાપી જિલ્લો ચાર જિલ્લામાં વસતા કોઠવાળીયા સમાજને એમનું જીવન વાસ પર જ ચાલે છે. વાસ માટે ખુબ જ તકલીફ હોય છે તો કોટવાળીયા સમાજની તમામ તકલીફો તાત્કાલિક દુર કરતાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.