રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી. - At This Time

રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી.


રાજકોટ શહેર તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજ્ય સરકાર દ્રારા તા.૨૫ ડિસેમ્બરના રોજ "સુશાસન દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટ ૧૦૮ સેવાએ પુરુ પાડ્યું હતુ. રાજકોટ શહેરના દુધસાગર રોડ પર આવેલા જ્યોતિનગરમાં રહેતી સગભૉને પ્રસુતિની પીડા ઉપાડતા ૧૦૮ સેવાને કોલ કરી મદદ માંગી હતી. ૧૦૮ ની ટીમે તુરંત સ્થળે પહોંચી સગભૉના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. સગભૉ મમતાબહેન જયસ્વાલને પ્રસુતિની અસહ્ય પીડા થતી હોવાથી નવજાત શિશુનો જન્મ એમ્બ્યુલન્સમા કરાવવાની ફરજ હોવાથી ૧૦૮ ના કર્મચારી EMT પિયુષ પરમાર અને વિજય વાળાએ ડૉક્ટરને ફોન કરી તેમની સૂચના મુજબ સફળતા પૂર્વક ૧૦૮ માં જ પ્રસુતિ કરવી હતી. ત્યારબાદ માતા અને બાળક બંનેને રાજકોટ ESIC હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતી "સ્વસ્થ મહિલા શક્તિ" હેઠળ વધુ સારવારના લાભ મળે છે. સગભૉ માતા અને એમનાં પરિવારે સરકારની ૧૦૮ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે ૧૦૮ સેવા એ ખરા અર્થમાં સુશાસન દિવસે સુશાસન વ્યવસ્થાનુ ઉદાહરણ આપી સફળ સુશાસન દિવસની દિવસની ઉજવણી કરી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.