સ્વ..શ્રી એન આર બોરીચા કોલેજ ખાતે ૩૬મી ગેમ્સ અવરનેસ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન સેલિબ્રિટી યુનિટી થ્રુ સ્પોટ થી મેથડ યુવાનોમાં જાગૃતિ અને પ્રોત્સાહિત માટે કાર્યક્રમ યોજાયો
સ્વ.શ્રી.એન આર બોરીચા કોલેજ મેંદરડા ખાતે ૩૬મી ગેમ્સ અવરનેસ કાર્યક્રમ યોજાયો
સેલિબ્રિટી યુનિટી થ્રુ સ્પોર્ટ્સ થીમ હેઠળ ૩૬મી નેશનલ ગેમ્સ નું આયોજન વિદ્યાર્થીઓ યુવાનો માં જાગૃતિ અને પ્રોત્સાહન મળે તેવા આસયથી કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં જાગૃતિ અને પ્રોત્સાહન સાથોસાથ વિશાળ ભાગીદારી વધે તેવા હેતુથી સ્વ શ્રી એનઆર બોરીચા કોલેજ ખાતે ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ડેપ્યુટી કલેક્ટર મેંદરડા નિશાબેન ચુડાસમા,જિલ્લા કલેકટર એ.જી.સોલંકી, મામલતદાર ડોડીયા,ભાજપ અગ્રણી વિનુભાઈ કથીરિયા, યુનિવર્સિટીના ઇ.સી મેમ્બર ભાવનાબેન અજમેરા ટ્રસ્ટી ભરતભાઈ તથા પ્રતાપભાઈ બોરીચા, પ્રિન્સિપાલ કે એમ કરમટા,પૂર્વ સરપંચ દિનેશ વેકરીયા કોલેજ સ્ટાફ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
૧૧મા ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ સરસ્વતી સ્કૂલમાંથી પ્રથમ,દ્વિતીય,તૃતીય આવેલ વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવેલ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભાઈઓ બહેનોએ વેટ લિસ્ટિંગ,પાવર લિસ્ટિંગ ચેસ,કરાટે જેવા વિવિધ ગેમોમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલ હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કે.એન.વાળા અને આભારવીધી ડો.ડી.પી.વાળા દ્વારા કરવામાં આવેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.