સાયલાના પ્રાચીન મેલડી માતાજીના મંદિરે ઉત્સવ ઉજવાયો તથા માતાજી ના તાવાનું આયોજન કરવામાં આવ્યું
સાયલાના માનસરોવર પાસે આવેલા પ્રાચીન પ્રાગટ્ય
મેલડી માતાજી નું સ્થાનક આવેલું છે. જ્યાં માઈ ભક્તો અને નાથબાપુના સહયોગ દ્વારા મેલડી માતાનું મંદિર નવ નિર્મિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીનો પ્રસાદ તેમજ મેલડી માતાના તાવાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાયલા ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલા, બાબુભાઈ ચાવડા, પ્રદીપભાઈ પરમાર સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા મેલડી માતાના મંદિરે તરફ જવાના રસ્તે બાવળોના ઝુંડ દૂર કરાતાં આસપાસ સ્વચ્છતા અભિયાન શરૂ કરતાં માઈભક્તોમાં આનંદ છવાયો હતો. તથા ભક્તો દ્વારા સરપંચ અજયરાજસિંહ તથા ગ્રામપંચાયત ના સદસ્યોં નું સન્માન કરાયું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.