કડાણા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ. - At This Time

કડાણા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ.


કડાણા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આજે શુક્રવારે પણ સતત વહેલી સવારથી વાતાવરણમાં પલટો સર્જાયો છે.

આકાશમાં વાદળો ઘેરાયા છે જેથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. તાલુકામા ખેતરોમાં ખેડૂતોનો પાક જેવો કે ઘઉં, મકાઈ, ચણા વગેરે તૈયાર થઈ ચૂક્યો છે અને કાપણીનો સમય ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ખેતરોમાં પાક ઉભો છે ત્યારે વાતાવરણમાં પલટો સર્જતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે,

કડાણા તાલુકામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખેતીના પાક અને ઘાસચારાને નુક્સાન પોહચ્યું હતું. ત્યારે ફરીથી વાતાવરણમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન પોહચ્યું હતું. તે ફરથી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon