લાઠી ખાતે ટાસ્ક ફોર્સ કમિટી ની બેઠક મળી - At This Time

લાઠી ખાતે ટાસ્ક ફોર્સ કમિટી ની બેઠક મળી


લાઠી ખાતે ટાસ્ક ફોર્સ કમિટી ની બેઠક મળી

લાઠી ખાતે ટાસ્ક ફોર્સ કમિટી ની બેઠક મળી
લાઠી તાલુકા ની ટાસ્ક ફોર્સ કમિટી ની મીટીંગ નું આયોજન પ્રાંત અધિકારી શ્રી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં પ્રાંત ઓફીસ લાઠી ખાતે થયું હતું.જેમાં તમામ વિભાગ ના અધિકારી ઓ હાજર રહ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા એ આ ત્રણ તબક્કા માં યોજાનાર મિશન ઇન્દ્રધનુષ રાઉન્ડ ના આયોજન અંગે માહિતગાર કરી અર્ધરક્ષિત અને સંપૂર્ણ અરક્ષિત બાળકો અને સગર્ભા ને ઘરે ઘરે જઈ રસીકરણ કરી જીવલેણ રોગો સામે રક્ષણ આપવા મા આવશે. તેમજ ચોમાસા ની ઋતુ માં સંક્રામક અને વાહકજન્ય રોગનાશક પગલાંઓ વિશે ચર્ચા કરી હતી. હાલ મા પિંક આઈ એટલે આંખ આવવા ન ચેપી રોગ વિશે અટકાયતી પગલાં વિશે માહિતી આપી હતી. ઉપરાંત, તમામ વિભાગો સાથે સંકલન કરી અન્ય આરોગ્ય વિભાગ ને લગત કાર્યક્રમો વિષે માહિતી આપી હતી. આ બેઠક માં તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, તમામ આરોગ્ય કેન્દ્રો અને આર બી એસ કે વિભાગ ના મેડિકલ ઓફિસર, અને આઇ સી ડી એસ ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.