રાજકોટ શહેર NDRF ટીમ દ્વારા રાજકુમાર કોલેજ ખાતે NCC જન-જાગૃતિ કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ શહેર NDRF ટીમ દ્વારા રાજકુમાર કોલેજ ખાતે NCC જન-જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં NDRF ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ, આગજની સહીત વિવિધ આફત સમયે લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય તે બાબતે જન-જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે NCC ના કેડેટ્સને NDRF રાજકોટ ટીમ દ્વારા નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો. શ્રી વી.વી.પ્રસન્ના સિક્સ બટાલિયન કમાન્ડમેન્ટના નિદર્શન હેઠળ રાજકોટ જીલ્લામાં ૨ અઠવાડિયા સુધી જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. NDRF ના ઇન્સ્પેકટરશ્રી ભરતકુમાર મૌર્ય તેમજ ટીમ દ્વારા છાત્રોને વિવિધ સાધન સરંજામ સાથે ફ્લડ, ધરતીકંપ, CPR પ્રાથમિક સારવાર સહિતની બચાવની કામગીરી તેમજ આગજની બનાવમાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ સહીતનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કોરોના મહામારી અનુસંધાને કોરોનાથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા પણ માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ નાયબ મામલતદારશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોલેજ કો-ઓર્ડીનેટર કુ.કેવરી ગોહિલ, NCC અધિકારીશ્રી સંદીપ દેશમુખ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.