રાજકોટમાં કારખાનામાં ચાલતી જુગાર-કલબ ઝડપાઈ: કારખાનેદાર, વેપારી સહિત સાત ઝબ્બે - At This Time

રાજકોટમાં કારખાનામાં ચાલતી જુગાર-કલબ ઝડપાઈ: કારખાનેદાર, વેપારી સહિત સાત ઝબ્બે


રાજકોટમાં સુભાષનગર મેઈન રોડ પર આવેલ પ્રમુખ સ્ટીલ નામના કારખાનામાં ચાલતી જુગાર-કલબમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી બે કારખાનેદાર, ત્રણ વેપારી સહીત સાત શખ્સોને રૂા.2.27 લાખની રોકડ સાથે દબોચી લીધા હ્તા.
દરોડાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એન.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એન.જે.કલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા, પ્રદીપસિંહ જાડેજાને સુભાષનગર મેઈન રોડ પર આવેલ પ્રમુખ સ્ટીલ નામના કારખાનામાં જુગાર-કલબ ધમધમે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કારખાનામાં જુગાર રમતા કારખાનાનો માલીક ધૃવ અનિરુદ્ધ કાકડીયા (ઉ.વ.25), (રહે.હરીધવા મેઈન રોડ), જયેશ ટપુ ધરકસીયા (ઉ.40) (રહે.શ્યામપાર્ક શેરી નં.3, મવડી) કારખાનેદાર નિકુંજ બાવા પરસાણા (ઉ.વ.36), (રહે. શ્રી રામપાર્ક શેરી નં.4, નવનીત હોલની સામે), કારખાનેદાર હિરેન દામજી ગઢીયા (ઉ.વ.36) (રહે.સદભાવન સોસાયટી શેરી નં.11), વેપારી સુનિલ રમણીક માટલીયા (ઉ.વ.50) (રહે.ગીતાનગર મેઈન રોડ), અનિલ કાલીદાસ ઉર્ફે કાળા જાદવ (ઉ.વ.52), (રહે. આરટીઓ પાછળ, નૃસિંહનગર શેરી નં.7) અને ભાવેશ વસંત કગથરા (ઉ.વ.42), (રહે.કેનાલ રોડ, ભૂતખાના ચોક)ને દબોચી રૂા.2.27 લાખની રોકડ કબ્જે કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.