આજે શિહોર તાલુકાના સરવડી પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ અને 155 વિદ્યાર્થીઓ જ્યારે 3 શિક્ષકો કાર્યરત શિક્ષણકાર્યને મોટી અસર
સરકાર દ્વારા શિક્ષણ બાબત ખુબજ ભાર મૂકવામાં આવ્યો છે અને શિક્ષણ માટે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવી શિક્ષણ ને મજબૂત બનાવવા ખૂબ મોટા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સિહોર ની સરવેડી ગામની પ્રાથમિક શાળામાં કંઈક ઉલટું જ જોવા મળી રહ્યું છે.
એક થી આઠ ધોરણ અને 155 વિદ્યાર્થીઓ માં માત્ર ત્રણ શિક્ષકો કાર્યરત હોય ત્યાં વિદ્યાર્થીઓનું ભાવિ ખરેખર રામ ભરોસે જ કહેવાય.
હાલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે શાળાની પરિસ્થિતિ ખૂબ ચિંતા જનક થઈ રહી છે.
બીજી બાજુ જોવા જઈએ તો ગામ થી ઘણી દૂર શાળા હોવાથી વિદ્યાર્થીઓ ને જવા -આવવા માં પણ બહુજ પરેશાની વેઠવી પડે છે અત્યારે આ વિસ્તારમાં જંગલી પશુઓ નો પણ ખૂબ ત્રાસ હોવાથી વાલીઓ સતત ડરી રહ્યા છે.
ખેર ખાસ કહેવા જઈએ તો સરવેપ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ નું ભાવિ અત્યારે શિક્ષક ની ઘટ ના કારણે અધ્ધર તાલે છે.
જિલ્લા પંચાયત ના પ્રમુખ સહિત તંત્રને ઘણીવાર રજુઆત કરી છે છતાં હજુ સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું.
જો વહેલી તકે શિક્ષકોની ઘટ પુરી પાડવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું સ્કૂલ ના એસ.એમ.સી.અધ્યક્ષ કિરણસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.