ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/94mzrii4oycptiwx/" left="-10"]

ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ


ઉપલેટા તાલુકાના અલગ-અલગ વિભાગની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી માહિતીઓ મેળવાઈ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૬ જુન ૨૦૨૨, ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે આવનારી વર્ષાઋતુને લઈને રાજકોટ જીલ્લા પંચાયત કચેરીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયાની અધ્યક્ષતામાં ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આવેલ અલગ-અલગ વિભાગની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આવનારા ચોમાસાની તૈયારીઓને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી.

ઉપલેટામાં યોજાયેલા બેઠકની અંદર નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપલેટા વિસ્તારની તમામ કચેરીઓના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યારે આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપલેટા વિસ્તારમાં આવતી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી આવનારા ચોમાસાને લઈને અગમચેતીના પગલાના ભાગરૂપે માહિતી મેળવી હતી આ સાથે જ આવનારા ચોમાસા દરમ્યાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે બનાવ તેમજ દુર્ઘટના સામે ન આવે તે માટેની તૈયારીઓ કેવા પ્રકારની છે તેમની માહિતીઓ મેળવી હતી અને સાથે જ આ ઉપરાંત જ્યારે આવી કોઈ ઘટના કે દુર્ઘટના સામે આવે ત્યારે સતર્કતા માટેની કેવી તૈયારીઓ છે તે અંગેની પણ માહિતી માંગી હતી.

રાજકોટ જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયા દ્વારા બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વર્ષાઋતુ દરમિયાન સતર્ક રહેવા માટેના તમામ સૂચનો અને માહિતીઓ તેમજ જાણકારીઓ આપવામાં આવી હતી ત્યારે આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયા સાથે ઉપલેટા મામલતદાર ગોવિંદજી મહાવદીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હથીવાલા સાથે જોડાયા હતા અને ઉપલેટા તાલુકા પંથકના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી જરૂરી માહિતીઓ પ્રાપ્ત કરીને તે જે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને આ તકે જરૂરી સૂચના પણ આપી હતી.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]