અલાઉની સરકારી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ યોજાયો
તારીખ- ૨૬/૬/૨૪ ના રોજ રાણપુર તાલુકાની અલાઉ ગામમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૨૦૨૪/૨૫ ના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કૃણાલભાઈ નામપુરકર ( ઉપસચિવશ્રી મહેસૂલ વિભાગ ) , તાલુકા કક્ષાથી BRC મેહુલભાઈ ગાબુ, CRC અશોકભાઈ જેજરિયા, રાજુભાઈ, માણેકબેન તેમજ ગામના સરપંચ અને આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિઓના હસ્તે બાલવાટિકા, બાલમંદિર, ધો. ૧, ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તબક્કે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનું તેમજ બોર્ડ કક્ષાએ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મુખ્ય અતિથી શ્રી કૃણાલભાઈએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. દાતાઓના સન્માન તેમજ વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો. ૧૧ ની વિદ્યાર્થિની ચૌહાણ અક્ષિતાએ કરેલ.આચાર્ય વનિતાબેન પંચાલના માર્ગદર્શન તેમજ સમગ્ર શાળા પરિવારના અથાગ પરિશ્રમથી પ્રવેશોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.