પાટડી જૈનાબાદ રોડ પરથી SMC ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સહિત બે ઈસમો ઝડપાયા.
વિદેશી દારૂની બોટલો નંગ 939 2,83 લાખ તથા કાર, રોકડ સહિત રૂા. 10.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હાઈવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ.2.83 લાખની કિંમતની 939 વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી પુછપરછમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચના નામ ખોલ્યા છે આ દરોડામાં દારૂ સહિત રૂ.10.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે. ટી. કામરીયાની સુચનાથી પીએસઆઈ જે. ડી. બારોટ અને તેમની ટીમે સુરેન્દ્રનગર પાટડી જૈનાબાદ પાસે આવેલ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેમાંથી 939 બોટલ દારૂ મળી આવ્યો હતો આ દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના સાંચોરના ગીરધર ઢોરામાં રહેતા અશોકકુમાર નાનારામ બિશ્નોઈ અને સાંચોરના વર્ણવા ગામના હનુમાનરામ ઉદારામ બિશ્નોઈની ધરપકડ કરી રૂ.2.83 લાખનો દારૂ અને 8 લાખની કાર અને રોકડ સહિત રૂ.10.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પુછપરછમાં આ દારૂનો જથ્થો સાંચોરના પાછલા ગામના મનોહરકુમાર ઉર્ફે મનુએ દારૂ ભરી આપ્યો હતો જ્યારે દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી સાંચોરના પીરારામ પરાક્રમરામ રબારીનું નામ ખુલ્યું હતું તેમજ હુન્ડાઈ ક્રેટાનો માલિક તેમજ સુરેન્દ્રનગર માલવણ ગામ પાસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને રાજસ્થાનથી દારૂ સપ્લાયર કરનાર ઠેકાના માલિકનું નામ ખુલ્યું છે આ દરોડામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.