"જિલ્લા આરોગ્યવિભાગ ગિરસોમનાથ દ્વારા ઊના ખાતે આશાવર્કર સંમેલન અને કાયાકલ્પ તાલીમ નું આયોજન કરાયું."( જીતેન્દ્ર ઠાકર ઊના) - At This Time

“જિલ્લા આરોગ્યવિભાગ ગિરસોમનાથ દ્વારા ઊના ખાતે આશાવર્કર સંમેલન અને કાયાકલ્પ તાલીમ નું આયોજન કરાયું.”( જીતેન્દ્ર ઠાકર ઊના)


"જિલ્લા આરોગ્ય વિભાગ ગિરસોમનાથ દ્વારા ઉનાખાતે આશાવર્કર સંમેલન અને કાયાકલ્પ તાલીમ નું આયોજન કરાયું."(જીતેન્દ્ર ઠાકર ઊના) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ગીર સોમનાથ ના માર્ગદર્શન હેઠળ તા.15-3-25 ના રોજ ઉના ટાઉન ખાતે ઉના તાલુકા ના તમામ પ્રા.આ.કેન્દ્રો ના આશા વર્કર બેનો માટે આશા સંમેલન રાખવામાં આવ્યું જેમાં ઉના તાલુકા પંચાયત ના પ્રમુખ એભાભાઈ મકવાણા અને ઉના નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું, અને પંચાયતી રાજ ના સભ્યો ના પણ વર્કશોપ રાખવામાં આવ્યો જેમાં ઉના નગરપાલિકા અને તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા અને ઉના તાલુકા હેલ્થ ઓફિસર ઘ્વારા હેલ્થ ના તમામ પ્રોગ્રામ અને તેમાં મળતા લાભો વિશે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી. સાથે સાથે આશા બેનો ને સારી કામગીરી બદલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. અને આશાઅને આશા ફેસિલેટર બેનો માટે હેલ્થ ક્વિઝ સ્પર્ધા રાખી વિજેતા બેનો ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા અને આશા બેનો ના આરોગ્ય ની તપાસણી કરવામાં આવી.અને આયુષ્યમાં આરોગ્ય મંદિર ના સી .એચ. ઓ ની કાયાકલ્પ ની મીટીંગ કરવામાં જેમાં કાયાકલ્પ માં સારી કામગીર બદલ પ્રા.આ.કે. તડ અને નેશનલ એસેસમેન્ટ માં ઉત્તીર્ણ થવા બદલ પાલડી અને વાંસોજ સેન્ટર ની બેનોને પુરસ્કાર આપવામાં આવ્યા આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ ના સ્ટાફ શ્રી મેહુલભાઈ ,નિલેશભાઈ,રવિભાઈ અને વિપુલભાઈ સોલંકી એ સારી મહેનત કરી અને તમામ વતી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. વિપુલભાઇ દુમાતર ઘ્વારા તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image