સાબરકાંઠા જિલ્લામાં-: કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઇ...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઇ……


સાબરકાંઠામાં-:

કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઇ..

યોગએ કર્મ છે.યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોચાડવાનો પ્રયાસ કરીએ.ધારાસભ્ય વી.ડી.ઝાલા,ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર, સાબરકાંઠા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ હિંમતનગર ખાતે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩નું આયોજન કરાયું હતું..

આ પ્રસંગે ધારાસભ્ય એ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે યોગએ કર્મ છે.યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોચાડવાનો પ્રયાસ કરીએ. યોગમાં યોગદાન આપી ધન્યતા અનુભવીએ તેમણે રાજ્ય સરકાર દ્વાર યોગ સ્પર્ધાના સરાહનિય પ્રયાસની પ્રસંશા કરતા સ્પર્ધકોને વધુમાં જણાવ્યું હતું કે સ્પર્ધામાં વિજેતા બનીએ ત્યારે રકમ મહત્વની નથી..

પરંતું યોગને પોતાના જીવનમાં સ્થાન આપવું તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્વની બાબત છે.તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમા પ્રદર્શિત થયા કરે છે,એમ ઉમેરી યોગ દ્વારા શારિરિક સ્વસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો.અંતે તેમણે રાજ્યકક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું..

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભુમિકાબેન પટેલ,જિલ્લા રમત ગમત અધિકારી આશાબેન પટેલ,ચૌધરી,જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડીનેટર, સ્પોર્ટ્સ સંકુલના ખેલાડીઓ તથા ટ્રેનરો,તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.