“હર ઘર તિરંગા" અભિયાન ઇડર ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં “ હર ઘર તિરંગા રેલી” યોજાઇ ઇડર શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું - At This Time

“હર ઘર તિરંગા” અભિયાન ઇડર ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં “ હર ઘર તિરંગા રેલી” યોજાઇ ઇડર શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું


સાબરકાંઠા જિલ્લામાં ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં ઇડર ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. જિલ્લાના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. દેશભક્તિના રંગમાં સમગ્ર ઇડર શહેર રંગાયું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, NCC, NSS,પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રા આર્ટ્સ & કોમર્સ કોલેજથી શરૂ થઈ ટાવર થઈને એપીએમસી માર્કેટ સુધી યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઇ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ,અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા,પ્રાંત અધિકારીશ્રી,અગ્રણીશ્રી કનુભાઇ પટેલ, અગ્રણીશ્રી પી સી પટેલ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
******

રિપોર્ટર અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.