અમદાવાદ ના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હે.કો.જયદીપસિંહ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા ૬૫૦૦૦/- રૂપિયા ની કરી હતી માંગ - At This Time

અમદાવાદ ના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હે.કો.જયદીપસિંહ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા ૬૫૦૦૦/- રૂપિયા ની કરી હતી માંગ


તા:-૧૬/૧૧/૨૦૨૨
અમદાવાદ

એ.સી.બી. સફળ ટ્રેપ તા:-૧૬/૧૧/૨૦૨૨ ના રોજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં હે.કો.તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ ધીરુભાઈ પઢેરીયા જેવો દારૂ ના કેશ માં બે એક્ટિવા જમા નહિ લેવા માટે લાંચ ની માગણી કરી

લાંચ લેનાર આરોપી:-જયદીપસિંહ ધીરૂભાઇ. પઢેરીયા,હે.કો.,વર્ગ-૩,ઘાટલોડીયા પો.સ્ટે.,અમદાવાદ

ગુનાનુ સ્થળ :-રિલાયન્સ મોલની આગળ,જાહેર રોડ એસ જી હાઇવે અમદાવાદ.
લાંચની માંગણીની રકમ :- રૂ.૬૫,૦૦૦/-(અંકે રૂપિયા પાંસઠ હજાર પૂરા)
લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૬૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૬૫,૦૦૦/-

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી ના બે એક્ટીવા દારુનાં કેસમાં જમા નહીં લેવા તેમજ દારુનાં કેસમાં ફરીયાદી ના ભાઇ તથા એક માણસને જવા દેવા અને ફરીયાદી નું નામ નહીં બતાવવા આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૬૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી.નો સંપર્ક કરી, આજરોજ ફરીયાદ આપતા ફરિયાદી ની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.૬૫૦૦૦/- સ્વીકારી લાંચનાં છટકા દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ: આરોપી ને એસીબી એ ડીટેન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપ કરનાર અધિકારી :- શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર. એ.સી.બી.પો.સ્ટે., તથા ટીમ.સુપર વિઝન અધિકારી :- શ્રી કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ

રિપોર્ટ:-દીપકકુમાર જી ધામેલ
અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon