પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે આગનો બનાવ: લક્ઝરીના ચાલકે કાચમાંથી ધુમાડો જોઇ મુસાફરોને ઉતાર્યા, થોડીવારમાં લક્ઝરી ખાખ - At This Time

પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે આગનો બનાવ: લક્ઝરીના ચાલકે કાચમાંથી ધુમાડો જોઇ મુસાફરોને ઉતાર્યા, થોડીવારમાં લક્ઝરી ખાખ


પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા નજીક શનિવારે વહેલી સવારે લક્ઝરીના ચાલકે રિયલ વ્યૂ મિરરમાં ધુમાડો જોઈ જતાં લક્ઝરીને સાઈડમાં કરી તમામ મુસાફરોને ઉતારી સામાન પણ કઢાવી લીધાની થોડીવારમાં જ લક્ઝરી બળીને ખાખ થઇ ગઇ હતી. ટાયર ફૂટતાં ભયાનક માહોલનો અનુભવ થયો હતો. 5 બાળકો સહિત 45 મુસાફરો સુરતથી ઉદયપુર નજીકના રિસોર્ટમાં રવિવારના ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
શનિવાર વહેલી સવારે કતપુર ટોલ પ્લાઝા નજીક સો એક મીટરના અંતરે અમદાવાદ તરફથી આવી રહેલ લક્ઝરી ઉભી થઈ ગઈ હતી અને તેમાંથી આગના ભડકા નીકળતાં ડ્રાયવરે મુસાફરોને નીચે ઉતારી સામાન પણ બહાર કઢાવી લીધો હતો. થોડીવારમાં જ આખી લક્ઝરી સળગવા માંડી હતી. ટોલ પ્લાઝા પર અગ્નિશામક સંશાધનોનો અભાવ જોવા મળ્યો હતો.હિંમતનગર ફાયર બ્રિગેડના મયંકભાઇએ જણાવ્યું કે પહેલા પ્રાંતિજ ટીમને જાણ કરાઈ હતી અને તેમણે 6:55 આજુબાજુ હિંમતનગર જાણ કરતાં સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ દોઢેક કલાકમાં લક્ઝરી નં. એઆર-11-સી-1888 બળીને ખાખ થઈ ગઈ હતી.
લગ્નમાં આપવાના સોનાના દાગીના પણ હતાટોલ નાકાના મેનેજર અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવારે 5.40 કલાકે લકઝરી ટોલ નાકા પાસે આવી હતી. બસમાં સુરતથી ઉદયપુર લગ્નમા જતાં સિંધી પરિવારના માણસો હતા. લગ્નમાં આપવાના સોનાના દાગીના પણ હતા. જે ડિકિમાં સામાન સાથે મૂક્યા હતા. આગ લાગતાં ટોલ નાકા ઉપર આવતાં તમામ વાહનોનું ઓરણ ગામે ડાયવર્ઝન અપાયું હતું. ફાયર અને પોલીસને પણ જાણ કરી હતી.
આગ શોર્ટ સર્કિટથી લાગેલ હોઇ ફેલાઇ ગઇ હતી લકઝરીના માલિક અમિતભાઈએ જણાવ્યું કે ટોલપ્લાઝા નજીક આવતાં ડ્રાયવરે ગાડી ધીમી કરી હતી. તે દરમ્યાન રિયર વ્યૂ મિરરમાં ધુમાડો દેખાતાં ગાડી સાઈડમાં કરી તમામ મુસાફરોને નીચે ઉતારી સામાન પણ કાઢી લીધો હતો. ડ્રાયવરે રેતી વગેરે નાંખી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ શોર્ટ સર્કિટથી લાગેલ હોઈ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. તમામ મુસાફરોને બીજા વાહનની વ્યવસ્થા કરી ઉદયપુર પહોંચાડાયા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.