જસદણમા વહીવટદારનો વહીવટ ખાડે ગયો 10 દિવસ પૂર્વે જ બનેલા નવા સીસી રોડમાં ખાડાઓ પડ્યા, છતાં ભ્રષ્ટાચારીને વહીવટદારનો છૂટો દૌર - At This Time

જસદણમા વહીવટદારનો વહીવટ ખાડે ગયો 10 દિવસ પૂર્વે જ બનેલા નવા સીસી રોડમાં ખાડાઓ પડ્યા, છતાં ભ્રષ્ટાચારીને વહીવટદારનો છૂટો દૌર


જસદણમા વહીવટદારનો વહીવટ ખાડે ગયો 10 દિવસ પૂર્વે જ બનેલા નવા સીસી રોડમાં ખાડાઓ પડ્યા, છતાં ભ્રષ્ટાચારીને વહીવટદારનો છૂટો દૌર

જસદણ નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને આવા શાસનમાં તો મોટાભાગના રોડ-રસ્તા પર ખાડાઓનું સામ્રાજય છવાઈ ગયું છે. શહેરના મોટાભાગના રોડ-રસ્તાઓ ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયા છે અને હજુ તે રીપેર પણ થયા નથી. ત્યાં શહેરના આરામગૃહ પાસે લાખોના ખર્ચે નવા બનેલા સીસી રોડમાં અત્યારથી જ ખાડાઓ સામ્રાજ્ય જમાવી બેસતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે. હજુ 10 દિવસ પહેલા જ બેનેલા આ સીસી રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. જેને કારણે અકસ્માત થવાની સંભાવના વધી છે. આ રોડ જસદણ-અમદાવાદ હાઈ-વેને જોડતો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ત્યારે નવા બનેલા આ રોડ પર પડેલા ખાડા કેવા પ્રકારની કામગીરી થઈ છે અને તેમાં કેટલી કટકી થઈ છે તે સમગ્ર હકીકત છતી કરી રહી છે. પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડ પર ખુદ જસદણની પ્રજા એક મહિનો પણ ચાલી શકી નથી તો ભવિષ્યમાં આ રોડની શું સ્થિતિ થશે તે જોવા જેવું છે. આ નવા બનેલા રોડ પર મસમોટા ખાડા પડી જવાને કારણે પ્રજાના પૈસાનું પાણી થતું નજરે પડી રહ્યું છે. ત્યારે આ કામમાં કચાશ રાખનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે જસદણ નગરપાલિકાના વહીવટદાર સહિતનું તંત્ર હવે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. શું જસદણ નગરપાલિકાના વહીવટદાર આવો ખુલ્લો ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરશે ખરા? કે પછી માત્ર નોટીસ આપી નાટક કરશે? શું પ્રજાના લાખો રૂપિયાનું પાણી કરનારા આ કામના કોન્ટ્રાક્ટરને વહીવટી તંત્ર છટકબારી શોધી આપશે કે પછી નિયમાનુસાર કડક કાર્યવાહી કરશે? વગેરે વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે.
નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.