માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓ સાથે કુલ રૂ. 3100/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ - At This Time

માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓ સાથે કુલ રૂ. 3100/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઇ એસ.આઈ. મંધરા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર અને મુકેશભાઇ ડાભી ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે અવાણીયા ગામે રામજી મંદિરના ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 1)વિજય કનુ બાબરીયા 2) કિશોર જીવા બાબરીયા 3) કનુ ભાણા બાબરીયા 4) વિજય જીતેન્દ્ર વાજા 5) રામ જેસા બાબરીયા સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.3100/- નામુદામાલ સાથે રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડ સફળ બનાવવા asi વી.એમ. કોડીયાતર, જયદીપસિંહ ડોડીયા, રાજુભાઇ વાઢેર સહીતના પોલીસ સ્ટાફે ઉમદા કામગીરી કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon