‘તું કેમ મારી પુત્રીને હજુ પ્રેમ કરે છે’ કહીં ભગવતીપરામા યુવાન પર ધોકાથી હુમલો
તું કેમ મારી પુત્રીને હજુ પ્રેમ કરે છે, આ શેરીમાં તને દેખાવાની ના પાડેલ તેમ છતા કેમ દેખાણો કહી ભગવતીપરાના સોહિલ પર યુનુસ બુકેરા નામના શખ્સે હુમલો કરતાં યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ભગવતીપરામાં હુસેનિયા મસ્જીદ પાસે રહેતાં સોહીલભાઈ રફીકભાઈ સૌરા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યુનુસ ઈલિયાસ બકુરાનું નામ આપ્યું હતું. વધુમાં જણાવ્યું કે, તેઓ રીક્ષા ડ્રાઈવિંગ પરીવારનું ગુજરાન ચલાવું છે. તેમને બાજુની શેરીમાં રહેતા યુનુસ બુકેશની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. જે વાતની જાણ યુનુસને થતા અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હતી અને ઘરમેળે સમાધાન થયેલ હતુ.
બાદમાં ગઈકાલે બપોરે તે ઝમઝમ બેકરી પાસે આવેલ ચામુંડા પાન પાસે એકટીવા લઈને બેઠો હતો ત્યારે યુનુસ કાર લઈને આવેલ અને કહેલ કે, તું કેમ મારી પુત્રીને હજુ પ્રેમ કરે છે અને આ શેરીમાં તને દેખાવાની ના પાડેલ તેમ છતા કેમ દેખાણો કહી ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી ધોકાથી માથામાં અને હાથના ભાગે હુમલો કર્યો હતો.
બાદમાં ફરિયાદીને લોહી નીકળવા લાગતાં ત્યાં બેસેલ લોકોએ તેને વધું મારમાંથી છોડાવેલ હતો. દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બાદમાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે હુમલો કરનાર યુનુસ વિરૂદ્ધ 325,323 કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.