ભાભર ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ…
શહેર પ્રમુખ તરીકે ભમરસિહ બાલસિહ રાઠોડની વરણી કરાઈ...
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય બની પોતાનું સંગઠન મજબૂત બનાવી જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધી છે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ બાદ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ પાર્ટીના નેતા આગેવાનો, કાર્યકર્તાઓ માં જોમ જુસ્સો વધી જવા પામ્યો છે ત્યારે ભાભર ખાતે નાગણેશ્વરી માતાજીના સાનિધ્યમાં આમ આદમી પાર્ટી ભાભર શહેરની મિટિંગ યોજાઈ હતી જેમાં વાવ પ્રભારી એ.બી.પટેલ અને દિઓદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઇ ચૌધરીએ સંગઠનને મજબુત બનાવવા ચર્ચા વિચારણા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા યુવાનો માટે રોજગારી તેમજ ગુજરાત માં અસય મોંધવારી ,ફ્રી શિક્ષણ, વિજળી વગેરે બાબતોથી લોકોને અવગત કરવામાં આવેલ તેમજ ભ્રષ્ટાચારી ભાજપની નિતિઓ વિશે પ્રવચન કર્યું હતું આ મિટિંગ દરમ્યાન ભાભર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ભમરસિહ બાલસિહ રાઠોડની વરણી કરવામાં આવેલ.મિટીગ દરમ્યાન ડીસા શહેર આગેવાન કમલેશભાઈ ઠક્કર, નવિનભાઇ પટેલ કાંકરેજ,વાવ તાલુકા પ્રમુખ કે.કે.રાજપુત,ભુરાજી, શામળાજી બારોટ, ભાભર તાલુકા પ્રમુખ છગનજી ઠાકોર,ઉપ પ્રમુખ ભેમાજી ઠાકોર, રાજુભાઇ પુજારા,દલપતજી વાધેલા,રણજીતગીરી ગૌસ્વામી, વિનોદ પ્રજાપતિ,સુરસભાઇ દરજી, મંત્રી હલુસિગ ઝાલા,વકતુભા રાઠોડ સહિત મોટી સંખ્યામાં યુવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહેલ.મિટીગ દરમ્યાન બહોળી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.
-----------------
અહેવાલ -પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.