મેંદરડા તાલુકાના દાત્રાણા ખાતે આહીર સમાજની બહેનો દ્વારા મહારાસ નું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે આહિર સમાજની બહેનો દ્વારા મહારાસ નુ આયોજન કરવામાં આવ્યું
દ્વારકા ખાતે યોજાયેલ આહીરાણી મહારાસ હવે આહીર સમાજ ની પ્રાચીન ઓળખ બની
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે આહીર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા માટે મહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે દાત્રાણા આહીર સમાજના પ્રમુખ નારણભાઈ અખેડે જણાવ્યું હતું કે દાત્રાણા ગામના સોનલબેન અખેડ અને કંચનબેન સોલંકી સહિત અન્ય બહેનોને આહીરાણી મહારાસ નું આયોજન કરવાની ઈચ્છા દર્શાવેલ હતી
ત્યારબાદ સમસ્ત આહિર સમાજ દાત્રાણા આ મહારાસ માટે તૈયારી આરંભી અને દ્વારકા ખાતે યોજાયેલ પદ્ધતિ મુજબ સોશિયલ મીડિયા નાં માધ્યમ થી મહારાસ માં ભાગ લેવા માટે આહીરાણી બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં એન્ટ્રીઓ થવા લાગી
બાદ બુધવારે રાત્રે 9:00 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું
આ મહારાસમાં મેંદરડા,જુનાગઢ ખીમપાદર,નાગલપુર,ખડીયા સહિતના દસેક જેટલા ગામોએથી આહીર સમાજની બહેનો દીકરીઓ પરંપરાગત આહિર પોશાક અને આભૂષણો સાથે પ્રાચીન રીતરિવાજો મુજબ મહારાસમાં જોડાયેલ હતી આ મહારાસ માં આશરે 700 થી 800 આહીરાણીઓ જોડાયેલ હતી
આ મહારાસ કાર્યક્રમ માં દાત્રાણા આહીર સમાજ ના પ્રમુખ નારણભાઈ અખેડે સ્વર્ગસ્થ જશુભાઈ બારડને યાદ કરતાં જણાવ્યું હતું કે આજથી 15 વર્ષ પહેલાં સ્વ જશુભાઈ બારડે સમાજ ને આહવાન કરી દ્વારકાધીશ અને કાળિયા ઠાકોરને પ્રાર્થના કરેલ હતી કે આહીર સમાજ પર કૃપાદ્રષ્ટિ હંમેશા માટે રહે તેના માટે આહીર સમાજ ની દેવી શક્તિ પાછી આપો તેવી પ્રાર્થના કરેલ હતી તે પ્રાર્થના આજે સફળ થઈ અને દેવી શક્તિ દેગે અને દેવી શક્તિ તેગે આ બંન્ને દેવી શક્તિઓ પાછી મળેલ હોય તેવું સૌ કોઈ અનુભવી રહ્યા હતા
આ સંપૂર્ણ કાર્યક્રમ આશરે ચારથી પાંચ કલાક ચાલ્યો હતો આ મહારાસ માં આહીર સમાજના ગાયક ભાવેશ આહીર દ્વારા હાઇવોલ્ટેજ સાઉન્ડ સિસ્ટમ દ્વારા નોન સ્ટોપ 4:30 કલાક સુધી સતત મહારાસ ચલાવ્યો હતો
દાત્રાણા ખાતે યોજાયેલ આ મહારાસ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બાળકો સમાજના આગેવાનો આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોના લોકો સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અહેવાલ:કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.