રાજકોટ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરી કરનાર ઈસમને પકડતી એ-ડીવીઝન પોલીસ. - At This Time

રાજકોટ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરી કરનાર ઈસમને પકડતી એ-ડીવીઝન પોલીસ.


રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે અન્વયે તા-૧૪/૩/૨૦૨૫ ના રોજ ઘરફોડ ચોરીમા કુલ રૂ.૩,૨૫,૦૦૦ ચોરી થયાની ફરીયાદ ફરીયાદી રૂબરૂમાં પોલીસ સ્ટેશન આવી જાણ કરતા એ-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે BNS એકટ કલમ-૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(અ) મુજબનો ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ કરવામા આવેલ હોય, ગુન્હાને ડીટેકટ કરી આરોપીને પકડી લેવા P.I આર.જી.બારોટ નાઓની સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના કે.એમ.વડનગરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્રારા ઘરફોડ ચોરી કરનાર ઇસમને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સીસ્ટમના આધારે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન સર્વેલન્સ સ્કોડના એમ.વી.લુવા તથા ધારાભાઈ વાનરીયા તથા અજયભાઈ બસીયા નાઓની સંયુકત હકીકત આધારે રામનાથપરા મહાદેવ મંદીર પાસેથી એક શકમંદ ઇસમને પકડી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોકત ચોરીની કબુલાત કરતો હોય અને તેની પાસેથી ચોરીમા ગયેલ નાણા ૨,૮૭,૫૦૦ રોકડ રકમ તથા મોબાઈલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦ નો કબ્જે કરી તેની વિરૂધ્ધમા ધોરણસર પોલીસ કાર્યવાહી કરવામા આવેલ છે. કમલેશ ઉર્ફે કમલો નારણભાઈ રાઠોડ જાતે-રાજપુત ઉ.૨૯ રહે,ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરીનં-૨ કષ્ટભંજન મંદીરની સામે રાજકોટ મુળ રહે,ધાંગ્રરા ભરવાડ વાસમા સુરેન્દ્રનગર. ડીટેકટ કરેલ ગુન્હો એ.ડીવીઝન પો.સ્ટે. BNS એકટ કલમ-૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(અ) મુજબ રોકડા રૂપિયા ૨,૮૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image