વિસાવદર મા મોહરમપર્વ નિમિતે તાજીયા પડમાંઆવ્યા - At This Time

વિસાવદર મા મોહરમપર્વ નિમિતે તાજીયા પડમાંઆવ્યા


વિસાવદર મા મોહરમપર્વ નિમિતે તાજીયા પડમાંઆવ્યા

વિસાવદર શહેરામા વરસાદી માહોલમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી. નાના-મોટા તાજીયાઓ ને શાંત પાડવામાં આવ્યા હતા. પર્વને લઇને વિસાવદર ના વિવિધ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના નોબને માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા (સ. અ. વ) ના દોહીત્ર હઝરત ઈમામ હસન તથા હઝરત ઇમામ હુસેન તેમજ તેમના 72 સાથીઓ એ કરબલા મેદાન ધર્મ ખાતર વહોરેલ શહાદત ની યાદ માં વિસાવદર અને તાલુકામાં મહોરમના પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વિસાવદર મુસ્લિમ બિરાદરો દ્વારા 10 ઉપરાંત નાના-મોટા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા, સોમવારના રોજ તમામ તાજીયાઓ ને હૂસેનીચોક માં લાવવામાં આવ્યા હતા હિન્દુ - મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજીયાઓ નુ સ્થાપના કરવામાં આવ્યા હતા. ઢોલ ત્રાંસાના સાથે યા હુસેન...... યા હુસેન ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતુ. મંગળવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢી હૂસેનીચોક ખાતે મુસ્લમી બિરાદરો એકત્રિત થયા હતા. ઢોલ ત્રાંસા ના સાથે યા હુસેન .. ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠવા સાથે જુલુસ માં વિવિધ કમિટીઓના વ્યાયામવીરો દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા .કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેવિસાવદર પીઆઈ નીરવ શાહ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નગર અને તાલુકામાં મોહરમ ની શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon