ઈણાજ ખાતે યોજાયો સેવાસેતુ - ૩૧૦૦ કરતા વધુ અરજીઓનું હકારાત્મક નિવારણ - At This Time

ઈણાજ ખાતે યોજાયો સેવાસેતુ ———- ૩૧૦૦ કરતા વધુ અરજીઓનું હકારાત્મક નિવારણ


ઈણાજ ખાતે યોજાયો સેવાસેતુ
----------
૩૧૦૦ કરતા વધુ અરજીઓનું હકારાત્મક નિવારણ
----------
ગીર સોમનાથ, તા.૨૧: સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઈણાજ ગામના કલસ્ટર હેઠળના વિવિધ ગામમાંથી આવેલા નાગરિકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો.

ઈણાજ ખાતે વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજદારો દ્વારા કરવામાં આવેલી ૩૧૦૦ કરતા વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકકલ્યાણલક્ષી વિવિધ સેવાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવા માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા સુનિયોજીત આયોજન કરી અને અરજીઓનો સત્વરે નિકાલ થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. આમ કહી તેમણે સેવાસેતુ મારફતે નાગરિકોને સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

સેવાસેતુમાં નમોશ્રી યોજના હેઠળ ૩૯૪, ૧૯૯ રસીકરણ, ૧૪૯ સાત-બાર આઠ-અના પ્રમાણપત્રો, ૮૫ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં લાભાર્થીઓનું ઈ-કેવાયસી, ૫૪ ઘરેલું વીજ જોડાણ અરજી, ૪૦ આવકના દાખલા, ૪૦ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ૩૫ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જનધન યોજના અંતર્ગત ૧૨ નવા ખાતા ખોલવામાં આવ્યાં હતાં. આમ કુલ ૩૧૦૧ અરજીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, મામલતદાર ગ્રામ્ય શ્રી આરઝૂ ગજ્જર, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ઈણાજ ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.