રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ઇસમને પાસા મંજુર કરતા કમિશનર. - At This Time

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ઇસમને પાસા મંજુર કરતા કમિશનર.


રાજકોટ શહેર તા.૧૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સામાન્ય બાબતે મારા-મારી ધાક-ધમકી આપતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જે સુચના અન્વયે અગાઉ મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઈ પરમાર રહે.રાજકોટ વાળાની ગુન્હાહિત પ્રવૃતી અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય, P.I એન.જી.વાઘેલા પોલીસ ઇન્સપેકટર, થોરાળા પોલીસ સ્ટેશન નાઓએ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા, રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇસમની ગુન્હાહિત પ્રવૃતી તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઇ પરમાર રહે.રાજકોટ વાળાને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઈ પરમાર ઉ.૩૭ રહે, કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ. IPC કલમ-૩૨૬, ૩૨૩, ૫૦૪ તથા GP ACT કલમ-૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી પાસા દરખાસ્ત કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image