રાજુલા ખાતે જીંજાળા અને કાતરીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું સુંદર આયોજન - At This Time

રાજુલા ખાતે જીંજાળા અને કાતરીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું સુંદર આયોજન


રાજુલા ખાતે જીંજાળા અને કાતરીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું સુંદર આયોજન

આપની સંસ્કૃતિ મુજબ લગ્ન સહિતના શુભ અવસરે મહેમાનો અને સ્વજનોને આમંત્રિત કરવામા આવે છે અને કાર્ય સારી રીતે પાર પડે તે માટે આમંત્રિત મહેમાનો દ્વારા શુભ આશિષ આપતાં હોય છે આવુજ એક સાદગીભર્યું આયોજન રાજુલાના ડુંગર રોડ ખાતે જીંજાળા & કાતરીયા પરિવાર દ્વારા ડૉ.સંજય સંગ રમીલા અને ચી.કાજલ સંગ ડોલર ના લગ્ન પ્રસંગમાં કરવામાં આવ્યું હતું.જેમા હાજર નવયુગલોને અને મહેમાનો દ્વારા નવા વૃક્ષોનુ જતન કરવા માટેનો સંકલ્પ લેવામા આવેલ.

રાજુલા ખાતે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ઉર્જામૈયા,લખમણદાસ બાપુ અને અશોક બાપુ સહિતના સંતો મહંતો દ્વારા આશીર્વાદ આપી નવયુગલોનુ જીવન સારી રીતે પસાર થાય તે માટેના આશીર્વાદ આપવામા આવેલ જયારે જીંજાળા પરિવારનું ગૌરવ અને યાદવ યુવા ગ્રુપ રાજુલાના પ્રમુખ લાલજીભાઈ જીંજાળા અને નરશીભાઈ જીંજાળા તેમજ બીજલભાઈ રામજીભાઈ કાતરીયા દ્વારા સહભાગી થઈ સમૂહ લગ્ન જેવુ સુંદર આયોજન કરાયેલ હોય ૨૦૦૦ ઉપરાંત મહેમાનો,સગા સબંધીઓ અને અગ્રીઓ દ્વારા હાજર રહી લગ્ન જેવા કાર્યને સુંદર રીતે પાર પાડવામા આવેલ.

બંસીધર સ્ટુડિયો રાજુલા દ્વારા લગ્નનું યુટયુબ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આહીર સમાજના કલાકાર એવા ગૌતમભાઈ કલસરીયા અને પૂનમબેન આહીર તેમજ નીતીક્ષાબેન સોલંકી દ્વારા સુંદર લગ્ન ગીત ગાઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો જે લાલજીભાઈ જીંજાળાની યાદીમા જણાવેલ છે.

રિપોર્ટર:- યોગેશ કાનાબાર રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.