આટકોટ સ્કૂલમાં ઇન્ડીયન આઇડલ મ્યુઝિક કોમ્પીટીશનનું આયોજન થયું

આટકોટ સ્કૂલમાં ઇન્ડીયન આઇડલ મ્યુઝિક કોમ્પીટીશનનું આયોજન થયું


આટકોટની નામાંકિત સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ઇન્ડિયન આઇડલ મ્યુઝિક કોમ્પીટીશનનું આયોજન તા.21-01-2023ને શનિવારના રોજ થયુ હતુ. જેમાં સાત રાઉન્ડમાં સ્પર્ધા યોજાય હતી. સ્પર્ધામાં બે ગ્રુપ હતા જેમાં દરેક ગ્રુપમાં 14 સભ્યોનો સમાવેશ થતો હતો. સ્પર્ધાના દરેક રાઉન્ડમાં દર્શકો એવા તો ઉત્સુક થતા હતા કે કંઇ ટીમ વિજેતા થશે તેની શંકાકુશંકા જાગતી હતી. સમ્રગ આયોજન પંચોલી પાર્થ સાહેબનું હતુ. સંસ્થાના મેનેઝીંગ ડિરેકટર સંજયભાઇ એચ.શેખલીયા, સંચાલકશ્રી બિપીનભાઇ એચ.શેખલીયા તથા એચ.ઓ.ડી વૈશાલીબેન અને ચેતનાબેનની દેખરેખનીચે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »