રાજકોટના માધાપર પાસે જી હિત પાર્કમાં 1 મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ
રાજકોટનાં માધાપર ચોકડી પાસે આવેલ જી હિત પાર્કમાં એક મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઇ છે. આથી ગંદકી અને મચ્છરોના ત્રાસને કારણે લોકો હેરાન-પરેશાન બન્યા છે. જોકે રહેવાસીઓમાં આ પ્રશ્નને લઈને રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. જોકે મેયરે સાંજ સુધીમાં આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોને ખાતરી આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.